ફ્લાઇટમાં આ કંપનીના લેપટોપ લઈ જવા પર પ્રતિબંધ

ઇન્ડિયન એવિએશન રેગ્યુલેટર-ડિરેક્ટર જનરલ આૅફ સિવિલ એવિએશન તરફથી એપલના મેકબુકપ્રાેને ફ્લાઇટમાં લઇ જવા પર આ અઠવાડિયે પ્રતિબંધ લગાવ્યા બાદ એર ઇન્ડિયા એ પણ એડ્વાઇઝરી બહાર પાડી છે.

એર ઇન્ડિયાએ ટિંટ પર લખ્યું છે કે ડીજીસીએની એડ્વાઇઝરીને ધ્યાનમાં રાખીને અમે યાત્રિકોને વિનંતી કરીએ છીએ કે તેઆે મેકબુક પ્રાે લેપટોપને (15 ઇંચ)ને ચેક-ઇન અથવા લગેજ સાથે ન લાવે. ટિંટમાં એવા મેકબુક પ્રાે પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેની ખરીદી સપ્ટેમ્બર 2015થી 2017 વચ્ચે કરવામાં આવી હોય.

હકીકતમાં એપલ મેકબુક પ્રાે (15 ઇંચ)માં બેટર વધારે ગરમ થતી હોવાથી આગના ખતરાને પગલે ડીજીસીએએ 26મી આેગસ્ટના રોજ મુસાફરોને મુસાફરી દરમિયાન તેને સાથે લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. યૂએસ ફેડરેશન એવિએશન એડમિનિસ્ટ્રેશને મેકબુક પ્રાેના એવા મોડલો પર પ્રતિબંધ મૂકી દીધો હતો જેમાં સમસ્યા જોવા મળી હતી. આ મામલો સામે આવ્યા બાદ સિંગાપુર એરલાઇન્સે પણ પોતાના ગ્રાહકોને પ્રભાવિત મોડલો સાથે નહી લાવવાનું કહ્યું હતું. એવામાં તમારી પાસે પણ મેકબુક પ્રાેનું આવું મોડલ છે તો ફ્લાઇટમાં ન લઈ જવું હિતાવહ રહેશે

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: