સરકારે પ્રધાનમંત્રી વય વંદન યોજના (PMVVY)માં  કર્યા મહત્વપૂર્ણ બદલાવ

વરિષ્ઠ નાગરિકો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે પ્રધાનમંત્રી વય વંદન યોજના (PMVVY)માં  અમુક મહત્વપૂર્ણ બદલાવ કર્યા છે. યોજનાના રોકાણના રકમની મર્યાદા સરકારે બમણી કરી દીધી છે. એટલું જ નહી, યોજનાની અવધિ પણ વધારી દીધી છે. એટલે આ યોજના હેઠળ હવે તમને દર મહિને 10,000 રૂપિયા સુધી પેંશન મળી શકે છે. તો ચાલો જાણીએ તેના વિશે.

શું છે પ્રધાનમંત્રી વય વંદન યોજના?

પ્રધાનમંત્રી વય વંદન યોજના હેઠળ નાગરિકોને દસ વર્ષ સુધી 8 ટકા વાર્ષિક રિટર્નની ગેરન્ટી સાથે પેન્શન આપવામાં આવે છે. સ્કીમ હેઠળ પેન્શન માસિક, ત્રિમાસિક, છમાસિક, અને વાર્ષિક આધારે લઈ શકાય છે. યોજનામાં 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકો રોકાણ કરી શકે છે.

રૂપિયા 10,000 સુધી મળી શકે છે

પેન્શન રોકાણની રકમને બમણી કરવાથી વરિષ્ઠ નાગરિકોને ઘણો લાભ થશે. સરકાર દ્વારા હવે રોકાણની સીમા 15 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે પહેલાં તે 7.5 લાખ રૂપિયા હતી. હવે નાગરિકોને દર મહિને 10,000 રૂપિયા સુધી પેન્શન મળી શકે છે. સરકારનાં આ પગલાથી વરિષ્ઠ નાગરિકો માટે સામાજીક સુરક્ષાના પ્રાવધાનોને વધારી શકાશે. માર્ચ 2018 સુધી કુલ 2.23 લાખ વરિષ્ઠ નાગરિક આ પેન્શન યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. જ્યારે તેની પહેલાં વરિષ્ઠ પેન્શન વીમા યોજના 2014 હેઠળ 3.11 લાખ વરિષ્ઠ નાગરિકોને લાભ મળતો હતો. પહેલાં પ્રધાનમંત્રી વય વંદના યોજના ચાર મે 2017થી 3 મે 2018 માટે જ હતી. પરંતુ હવે આ યોજના હેઠળ રોકાણ કરવાની અવધિ વધારીને 31 માર્ચ 2020 કરી દેવામાં આવી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: