હંમેશા ભારતને ગૌરવ અપાવવાનો પ્રયત્ન કરીશ: અર્જુન એવોર્ડ મળ્યા પછી રવીન્દ્ર જાડેજાની પ્રતિક્રિયા

મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મ દિવસે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રપતિ દ્વારા રમતના ક્ષેત્રમાં ઉલ્લેખનીય પ્રદર્શન કરનારા એથલીટોને રાજીવ ગાંધી ખેલ રત્ન,અર્જૂન એવોર્ડ,દ્રોણાચાર્ય પુરસ્કાર અને મેજર ધ્યાનચંદ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવે છે.રામનાથ કોવિંદે 32 હસ્તીઓને સન્માનિત કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) તરફથી રવિન્દ્ર જાડેજાને અર્જૂન એવોર્ડ આપવામાં આવ્યો હતો.જોકે,વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં હોવાને કારણે જાડેજા (Ravindra Jadeja)ખુદ હાજર રહી શક્યો નહતો. જાડેજાએ ભારત સરકારનો આભાર માન્યો હતો.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇ (BCCI)ના અધિકારી ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અર્જૂન એવોર્ડ મળ્યા બાદ ભારતીય સરકારનો આભાર માનતો નજરે પડે છે. સાથે જ તેને તે તમામ રમત ગમતની હસ્તીઓને શુભેચ્છા પાઠવી જેમણે રાષ્ટ્રીય ખેલ દિવસ પર સમ્માન મળ્યુ છે.

રવિન્દ્ર જાડેજાએ આ વીડિયોમાં એમ પણ કહ્યું છે કે અર્જૂન એવોર્ડ મળવો એક જવાબદારી જેવો છે. હું ભારતીય ટીમ માટે સતત સારૂ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશ અને ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપીશ. તમને જણાવી દઇએ કે રવિન્દ્ર જાડેજા વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલમાં ભારતને લગભગ જીત અપાવી ચુક્યો હતો પરંતુ તે આઉટ થઇ ગયો અને જેનો અફસોસ તેને આજે પણ છે.

30 વર્ષીય રવિન્દ્ર જાડેજાએ ભારત માટે 156 વન ડે,42 ટેસ્ટ અને 42 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં જાડેજાના નામે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં આશરે 4 હજાર રન છે. બોલિંગ ઓલ રાઉન્ડર હોવાને કારણે રવિન્દ્ર જાડેજાના નામે ટેસ્ટ,વન ડે અને ટી-20 ક્રિકેટમાં 400થી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: