આ યુવાનના ડાબામાં હાથમાં મેગ્નેટિક શક્તિથી મોબાઈલ ચોંટી જાય છે. તે જોવા લોકો ઉમટી પડે છે.

તમે હોલિવુડ કે બોલીવુડની ફિલ્મોમાં સુપરહીરોને વસ્તુઓ ચોંટતી જોઈ હશે. પરંતુ કોઈ વ્યક્તિને માત્ર મોબાઈલ જ ચોંટતો હોય તેવું વાસ્તવિક દુનિયામાં જોવા મળ્યું છે. જો કે, તેમાં પણ એક ખાસિયત છે કે આ માત્ર એક જ હાથે થાય છે. હિંમતનગર તાલુકાના ગાંધીપુરાના ભરતભાઈની મેગ્નેટિક શક્તિથી મોબાઈલ તેમના ડાબામાં હાથમાં ચોંટી જાય છે. તેને લઈને આસપાસના લોકો જોવા ઉમટી પડે છે.

માત્ર ડાબા હાથમાં જ મોબાઈલ ચોંટે છે

હિંમતનગરના ગાંધીપુરા ગામના ભરતભાઈ ધોળુંના એક હાથમાં કોઈ જાદુ છે. તેઓ કોઈપણ મોબાઈલને હાથમાં પકડે તો તેમની આંગળીઓમાં ચોંટી જાય છે. લોકોને જાણીને નવાઈ લાગે પરંતું આ ચમત્કાર તેમના માત્ર ડાબા હાથમાં જ થાય છે. જમણા હાથમાં આવો કોઈ ચમત્કાર થતો નથી. ઉપરાંત તેમને અન્ય કોઇપણ ચીજવસ્તુ ચોંટતી નથી.

મિત્રોએ હેન્ડવોશથી હાથ ધોવડાવ્યા તોય મોબાઈલ ચોંટ્યો

ભરતભાઈના મિત્ર મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડીયાથી ભરતભાઈમાં આ બદલાવ આવતા તેમના મિત્રોને આ વિષે જણાવ્યું હતું. પરંતુ પહેલા તો કોઈ માનતું ન હતું. તેમણે મોબાઈલ ચોંટી જતો હોવાનું બતાવ્યું હતું. જોકે જોઈ રહેલા મિત્રોએ તેમના હાથ સાબુ અને હેન્ડવોશથી ધોવડાવ્યા છતાં મોબાઈલ ચોંટતા સૌ અચંબિત રહી ગયા હતા.

ચમત્કાર છે કે મેગ્નેટિક શક્તિ એ ખબર પડી નથી

ગામના જ ભૂમિ પટેલે જણાવ્યું હતું કે, ભરતભાઈના હાથમાં મોબાઈલ ચોંટવાની ઘટનાને ગામવાસીઓ જાદુ ગણી રહ્યા છે. પરંતુ મોબાઈલ ચોંટવા પાછળ કોઈ ચમત્કાર છે કે મેગ્નેટિક શક્તિ એ ખબર પડી નથી. મોબાઈલ હાથમાં ચોંટી જતો હોવાનો વીડિયો વાઈરલ થતાં ભરતભાઈ સોશિયલ મીડિયામાં હીરો બની ગયા છે.

પોસ્ટ સ્ત્રોત : દિવ્ય ભાસ્કર

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: