ઇન્કમટેક્સ સ્લેબમાં થઈ શકે છે આ પ્રકારના ફેરફારો

વાર્ષિક પાંચથી દસ લાખ રૂપિયા કમાતા લોકોને સરકાર ટેક્સમાં મોટી રાહત આપી શકે છે. પાંચ લાખથી દસ લાખની આવક ધરાવતા લોકો માટે ટેક્સ સ્લેબ 10 ટકા હોઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર અઢી લાખ વાર્ષિક કમાણી કરનારાઓ પર કોઈ ટેક્સ લાગશે નહીં, જોકે અત્યારે પણ તે શૂન્ય છે. 2.5 લાખથી 5 લાખ સુધીના સ્લેબમાં અત્યારે 5 ટકા ટેક્સ આવે છે. પાંચથી 10 લાખ સુધીની આવક પર 20 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર 5 થી 10 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ વસૂલવાની ભલામણ કરવામાં આવી છે. સૂત્રોથી પ્રાપ્ત જાણકારી અનુસાર પાંચ લાખથી દસ લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ લગાવાની ભલામણ કરવામાં આવી છે.

હાલમાં 5 લાખથી 10 લાખની આવકવાળા લોકોને 20 ટકા ટેક્સ ભરવો પડે છે. આ સિવાય ત્રીજા ટેક્સ સ્લેબની પણ ભલામણ કરવામાં આવી છે જે 10 લાખથી લઈને 20 લાખ સુધીની વાર્ષિક આવક પર હશે, તે 20 ટકા હોઈ શકે છે. અત્યારે 30 ટકા ટેક્સ ભરવો પડે છે. ચોથો ટેક્સ સ્લેબ 20 લાખ રૂપિયાથી 2 કરોડ રૂપિયા વાર્ષિક કમાણી કરનારા માટે છે, જેના પર 30 ટકા અને પાંચમો ટેક્સ સ્લેબ 2 કરોડથી વધુની આવક પર 35 ટકા ટેક્સની વાત ચાલી રહી છે. જો કે, સરકાર આ મામલે શું અંતિમ નિર્ણય લેશે તે સ્પષ્ટ નથી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: