પશુઓ માટે બારેમાસ લીલુ ઘાસ સારી રીતે મળી રહે તે માટે વિશ્વભરમાં ઉગાડવામાં આવતા ઘાસવર્ગના ‘ગજરાજ ઘાસ’નો ઉપયોગ કરવો જોઈએ. આ બહુ વર્ષીય ઘાસ હોવાથી આખા વર્ષ દરમિયાન પોષણયુકત સ્વાદિષ્ટ લીલો ચારો પૂરો પાડે છે. આ ઘાસ મધ્યમ વરસાદ પડે છે ત્યાં અને પિયત વિસ્તારમાં વધુ ઉત્પાદન આપે છે. ગુજરાત ઘાસ ની વૃદ્ધિ ખૂબ જ ઝડપથી થાય છે અને તેના પીલા પણ ખૂબ જ ફેલાય છે. ઘાસનો વિકાસ ચોમાસા અને ઉનાળાની ઋતુમાં વધુ થાય છે. પરંતુ શિયાળાની ઋતુમાં ઠંડીના કારણે વિકાસ ધીમો થાય છે. આ ઘાસ સુંવાળા અને નરમ હોવાથી ગાય-ભેંસ, ઘેટાં અને બકરાં ખાવામાં પહેલી પસંદગી કરે છે.
Napier grass farming
ડૉ. ડી. પી. ગોહિલ, ડૉ. એચ. કે. પટેલ અને શ્રી ડી. આર. પઢેરીયા
મુખ્ય ઘાસચારા સંશોધન કેન્દ્ર,
આણંદ કૃષિ યુનિવર્સિટી,
આણંદ-૩૮૮ ૧૧૦ (ગુજરાત)
ફોન : (૦૨૬૯૨) ર૬૪૧૭૯
નોંધ : ઘાસના ચીપાં લેવા માટે આગળના દિવસે સંપર્ક કરવા વિનંતી સમય: ૮-00 થી ૧૨-00 અને 8-00 થી પ-00
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.