આસામનો 170 વર્ષ જૂનો ચા ઉદ્યોગ મંદીની પકડમાં આવી ગયો

ઓટોમોબાઇલ્સ, રીઅલ એસ્ટેટ, એવિએશન, કાપડ પછી દેશનો ચા ઉદ્યોગ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. આસામનો 170 વર્ષ જૂનો ચા ઉદ્યોગ મંદીની પકડમાં આવી ગયો છે. ઉત્પાદનમા વધતો જતો ખર્ચ અને ચાના ભાવમાં સ્થિરતાને લીધે આ ક્ષેત્રના લાંબા ગાળાના ફાયદા અંગે પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે.

હાલમાં, આ ઉદ્યોગ માટે રાહત મળે એવી કોઈ કિરણ નથી દેખતી. આસામના ચા વાવેતરકારો તણાવમાંથા પસાર થઇ રહ્યા છે અને તેના ઘણાં કારણો છે. ચાના ભાવ સ્થિર છે, વેતન અને અન્ય ખર્ચ વધી રહ્યા છે, માંગ અને પુરવઠામાં મોટો તફાવત છે, વાહન વ્યવહારનો ખર્ચ વધારે છે, હરાજીમાં યોગ્ય ભાવ ન મળવાનો પડકારો છે અને હવામાન પરિવર્તન પણ મોટી સમસ્યા ઉભી કરી રહ્યું છે.

નોંધપાત્ર વાત એ છે કે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચા ઉત્પાદક અને વિશ્વનો ચોથો સૌથી મોટો નિકાસ કરનાર દેશ છે. આ ઉદ્યોગમાં, 12 લાખ લોકોને સીધો રોજગાર મળે છે અને ચાના બગીચાના કામદારોના લગભગ 3 લાખ પરિવારો પણ આ ઉદ્યોગ પર નિર્ભર છે. કંસલ્ટેટિવ કમિટી ઓફ પ્લાટર એસોસિએશન (સીસીપીએ)ના જણાવ્યા અનુસાર ભારતમાં ચાનું ઉત્પાદન વર્ષ 2014માં 120.7 કરોડ કિલોગ્રામથી વધીને 2018 માં 133.90 કરોડ કિલો થઈ ગયું હતું. બીજી બાજુ, આસામના ચાના બગીચાઓમાં કામ કરતા કામદારોના પગારમાં વર્ષ 2018માં આશરે 22 ટકાનો વધારો થયો હતો. અપેક્ષા કરતા ઉત્પાદન ખર્ચ વધી ગયો છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: