આ યુવાને ઈન્સ્ટાગ્રામ ની ખામી શોધી, ઈન્સ્ટાગ્રામ તરફથી મળ્યું લાખોનું ઈનામ

ફેસબુકની ઓનરશિપવાળા ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ તરફથી ચેન્નઈના સિક્યોરિટી રિસર્ચર લક્ષ્મણ મુથિયાહને મોટું ઈનામ મળ્યું છે. લક્ષ્મણે આ પ્લેટફોર્મ સાથે જોડાયેલી એક ખામી શોધી કાઢી હતી, જેની મદદથી અન્ય યૂઝર્સના એકાઉન્ટ ટેકઓવર અથવા હેક કરી શકાય તેમ હતા. ફોટો-વિડીયો શેરિંગ એપ સાથે જોડાયેલી ખામીને શોધવા અને તેને રિપોર્ટ કરવા માટે ઈન્સ્ટાગ્રામ તરફથી લક્ષ્મણને 10 હજાર ડૉલર એટલે આશરે 7.20 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું છે. આ ઈનામ સોશિયલ નેટવર્કના બગ બાઉન્ટી પ્રોગ્રામ તરફથી મળ્યું છે, જે ખામીઓને શોધનારાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરે છે.

હેકર તરફથી કહેવામાં આવ્યું કે, ફેસબુકે હવે આ ખામી સુધારી લીધી છે. એક બ્લૉગ પોસ્ટમાં લક્ષ્મણે કહ્યું, ‘ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની સિક્યોરિટી ટીમે ખામી દૂર કરી લીધી છે અને પોતાના બાઉન્ટી પ્રોગ્રામ અંતર્ગત મને 10 હજાર ડૉલરનું ઈનામ આપ્યું છે.’ હેકરે ગત મહિને પણ આવી એક ખામી ઈન્સ્ટાગ્રામમાં નોટિસ કરી હતી જેના માટે તેને 30 હજાર ડૉલર (આશરે 21.5 લાખ રૂપિયા)નું ઈનામ ઈન્સ્ટાગ્રામના બાઉન્ટી પ્રોગ્રામ તરફથી જ મળ્યું હતું.

હેકર તરફથી શોધવામાં આવેલી પહેલી ખામી જ્યાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ રીસેટ કરતી વખતે મળનારા છ ડિજિટ પાસકોડ રેટ-લિમિટેડ મિકેનિઝમને બાયપાસ કરતી હતી ત્યાં હવે સામે આવેલી ગડબડની મદદથી ડિવાઈસ અને પાસવર્ડ રીસેટ કોડની મદદથી એકસાથે મલ્ટિપલ એકાઉન્ટ હેક કરી શકાતા હતા. લક્ષ્મણે આ ગડબડ વિશે પોતાની બ્લોગ પોસ્ટમાં જણાવ્યું. આમાં જ્યારે પણ કોઈ યૂઝર પોતાના મોબાઈલ ડિવાઈસથી પાસકોડ રિક્વેસ્ટ કરે, રેન્ડમલી જનરેટ થનારી આઈડી પણ રિક્વેસ્ટ સાથે આવી જતી હતી.

ડિવાઈસ આઈડીની મદદથી પાસકોડને વેરિફાઈ કરવામાં આવે છે. લક્ષ્મણે લખ્યું, ‘6 ડિજિટ પાસકોડ શું હશે, તેના આશરે 10 લાખ સેટ હોઈ શકે છે. આવામાં મલ્ટિપલ યૂઝર્સ માટે પાસકોડ રિક્વેસ્ટ કરવાને લીધે એકાઉન્ટ્સની હેકિંગનો ખતરો પણ વધી રહ્યો છે. આવામાં આ સેટ્સને ઓછા કરવા માટે અટેકરે વધારે યૂઝર્સે પાસેથી પાસકોડ રિક્વેસ્ટ કરવા પડશે. આવામાં જો હેકર 10 લાખ યૂઝર્સને પાસકોડ રિક્વેસ્ટ કરે છે તો તેનો સક્સેસ રેટ 100 ટકા હશે. આવામાં 10 મિનિટની અંદર અટેકને રાખવામાં આવે તો કોડ એક્સપાયર થતા પહેલા તે તમામ 10 લાખ એકાઉન્ટને હેક કરી શકે છે.’

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: