છેલ્લા થોડા દિવસોથી જેની સૌથી વધુ ચર્ચા ચાલે છે, તે ઢબૂડી મા બનેલો ધનજી ઓડનો અસલી ચહેરો સામે આવ્યો છે. ચૂંદડી વગરનો ધનજી ઓડનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ગુજરાતના લોકોમાં ઢબુડી માતાના નામે અંધશ્રધ્ધા ફેલાવતા અને લોકોને લૂંટતા ધનજી ઓડનાં આ ધંધાનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર નજીક આવેલા રૂપાલના વતની ધનજી ઓડનો દાવો છે કે, તેની ઉપર જોગણી માતાની કૃપા થઈ છે. તે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. લોકોની બીમારી, નોકરી , લગ્ન જેવા નહીં ઉકેલાતા પ્રશ્નો ઉકેલી આપે છે. ઘનજી ઓડે પોતાનું નામ ઢબુડી માતા રાખ્યુ છે. તેમના ભકતો તેમને રૂપાલની જોગણીના નામે ઓળખે છે. ઢબુડી માતા રાજયના વિવિધ શહેરોમાં પહોંચે તે પહેલા તેમની ટોળકી ત્યાં પહોંચી જાય છે અને માતાના પરચાઓની કહાની લોકોને કહે છે. ત્યારબાદ માતા નક્કી કરેલા સમયે ત્યાં પહોચે છે જયાં ઘનજી ઓડ માથા ઉપર ચુંદડી ઓઢી ઘુણવા લાગે છે. ભક્તો એવા દાવાઓ કરે છે કે, કેન્સર જેવા રોગોને પણ આ ઢબુડી માતાના નામે અંધશ્રધ્ધા ફેલાવતો ધનજી ઓડ મટાડી આપે છે.
પોલીસ, રાજકીય નેતાઓ, પૈસાદાર વ્યક્તિથી લઇને મધ્યમ અને ગરીબ વર્ગના લોકોના પણ ધનજી ઓડના ભક્ત છે. આવા ભક્તોથી જ ધનજી ઓડની દુકાન ચાલે છે. માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતો વ્યક્તિ ભક્તોએ ધરેલા પૈસાથી જ આજે હાથમાં દસ સોનાની વીંટી અને કાંડામાં સોનાની સાકળ પહેરે છે. જેની પાસે એક દિવસના હજારથી બે હજાર કમાવવાની ક્ષમતા ન હતી તે આજે ફોર્ચ્યુંનર કારમાં ફરે છે. આટલુ જ નહીં. ઢબુડીમાંના નામે લોકોમાં અંધશ્રધ્ધા ફેલાવતા ધનજી ઓડ લોકોના પૈસાથી વૈભાવી બંગલો ઉભો કરી લીધો છે. ધનજી ઓડનો બંગલો બહારથી બોલીવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાનના બંગલા મન્નત જેવો જ બહારથી દેખાય છે. આ બંગલો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલો છે.
પોતાને ઢબુડી માતા માતા કહેતો ધનજી ઓડ થોડા વર્ષો પહેલા પલ્લી ગામના મેળામાં છૂંદણા બનવાનું કામ કરતો હતો અને સાત વર્ષ પહેલા રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન માંડ ચલાવતો હતો. અચાનક ધનજી ઓડને માતાજીની કૃપા થઇ હોવાના બહાને પોતાની એક ટોળકી બનાવી પોતાનો પ્રચાર કરીને અંધશ્રધ્ધા ફેલાવવાનું કામ કર્યું હતું અને આમાં તેમે ખૂબ મોટી સફળતા મળી થોડા સમયમાં તેના હજારો ભક્તો થઇ ગયા. ધનજી ઓડ ઢબુડી માતા બન્યા પછી પૈસા દાર બનવા લાગ્યો અને રીક્ષામાંથી સીધો વૈભવી કારમાં ફરવા લાગ્યો.
એક તરફ ધનજી ઓડ કહે છે કે, તે કોઈને પોતાના દીવા કરવાનું કે, આરતી કરવાનું નથી કહેતો પરંતુ જાહેર સ્થળો પર પોતાનું મહા આરતીઓ ઉતરાવે છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.