RO વોટર પ્યુરીફાયરનું પાણી આપણાં શરીર માટે જોખમી નીવડી શકે

પીવાના પાણીને સ્વચ્છ કરવા માટે RO વોટર પ્યુરીફાયરની જરુર હોય કે ન હોય, તેનું ચલણ ઝડપથી વધી રહ્યુ છે. ક્યારેક દેખાદેખીમાં પણ આમ બને છે.

વધુ માત્રામાં પાણીમા TDSનો ડર બતાવીને કંપનીઓ અને ડીલર્સ ચપોચપ RO પ્યુરીફાયર વેચી રહ્યા છે. વોટર પ્યુરીફિકેશનની ટેકનીક પર કેન્દ્રીત રિસર્ચ અને ડેવલોપમેન્ટ સાથે જોડાયેલા નિષ્ણાતોએ જણાવ્યુ કે ROનો વિકાસ એવા ક્ષેત્રો માટે કરાયો છે જ્યાં TDSની માત્રા ખુબ જ વધારે હોય છે. તેથી TDSને પાણીની ગુણવત્તાનો માપદંડ બનાવીને RO ખરીદવુ યોગ્ય નથી.

ઇંડિયા વોટર ક્વોલિટી એસોસિએશન સાથે જોડાયેલા નિષ્ણાત વી.એ.રાજુએ જણાવ્યુ કે પાણીની ગુણવત્તા ઘણા જૈવિક અને અજૈવિક માપદંડો સાથે મળીને નિર્ધારિત થાય છે. TDS તો પાણીની ગુણવત્તા નિર્ધારિત કરનાર 68 માપદંડોમાંથી માત્ર એક માપદંડ છે. પાણીની ગુણવત્તાને પ્રભાવિત કરનાર જૈવિક તત્વોમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા તથા વાઇરસ હોઇ શકે છે. અજૈવિક તત્વોમાં ફ્લોરાઇડ, આર્સેનિક, ઝિંક, શીશુ, કેલ્શિયમ,મેગ્નેશિય, સલ્ફેટ, નાઇટ્રેટ જેવા ખનીજોની સાથે સાથે પાણીની ખારાશ, પીએચ માન, ગંધ, સ્વાદ અને રંગ જેવા ગુણ સામેલ છે.

નાગપુર સ્થિત નીરીના વૈજ્ઞાનિક ડો પવને જણાવ્યુ કે જે વિસ્તારોમાં પાણી વધુ ખારુ ન હોય ત્યાં ROની જરુર નથી. જે જગ્યાએ પાણીમાં TDSની માત્રા 500 મિલીગ્રામ પ્રતિ લીટરથી ઓછી છે ત્યાં ઘરમા સપ્લાય થતા નળનું પાણી ડિરેક્ટ પી શકાય છે. ROનો ઉપયોગ અનાવશ્યક રીતે કરવાથી શરીર માટે જરુરી ઘણા વિટામીન અને મહત્ત્વપુર્ણ ખનિજ તત્વો પાણીથી અલગ થઇ જાય છે. તેથી પાણીને સ્વચ્છ બનાવવાની કોઇ પણ ટેકનીકનો ઉપયોગ કરતા પહેલા એ જાણવુ જરુરી છે કે તમારા વિસ્તારમાં પાણીની ગુણવત્તા કેવી છે.

થોડા સમય પહેલા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ROના ઉપયોગને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. સરકારને તેની પર નીતિ બનાવવાનું કહ્યુ હતુ. એનજીટીએ કહ્યુ હતુ કે પર્યાવરણ મંત્રાલય એવા વિસ્તારોમાં RO પર પ્રતિબંધ લગાવી શકે છે જ્યાં પાણીમાં TDSની માત્રા 500 મિલિગ્રામથી ઓછી છે.

ROના ઉપયોગથી 70 ટકા પાણી પણ બરબાદ થઇ જાય છે. વળી આ વેડફાતા પાણીનો ઉપયોગ સાફસફાઇ કે ગાર્ડનિંગમાં થાય તેવી વ્યવસ્થા હોવી જોઇએ.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: