ફિરોઝશાહ કોટલા ક્રિકેટ સ્ટેડિયમ હવે અરુણ જેટલીના નામથી ઓળખાશે

પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપતા દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન (DDCA)એ મંગળવારે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને અરુણ જેટલી સ્ટેડિયમ રાખવાનો નિર્ણય કર્યો છે.

ડીડીસીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી આ જાણકારી આપી. અરુણ જેટલી ડીડીસીએના અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા.  અરુણ જેટલીનું 24 ઓગસ્ટે નિધન થયું હતું. તે ઘણા દિવસોથી એમ્સમાં ભરતી હતા.

અરુણ જેટલીએ 12.07 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. 12 સપ્ટેમ્બરના દિવસે એક સમારોહમાં નામકરણ થશે. આ સમારોહ જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં થશે. તેમા ગૃહમંત્રી અમિત શાહ અને રમત મંત્રી કિરણ રિજિજૂ પણ હાજર રહેશે.

આ સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવ્યું છે. જેની અગાઉ જાહેરાત કરવામા આવી હતી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: