10 જેટલા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે, ઉકાઈ ડેમની સપાટી 336.20 ફુટ પર પહોંચી..

સુરતઃ ઉપવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થતા ઉકાઈ ડેમમાંથી હાલ 1.11 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે. જેને પગલે સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં કડોદ નજીક તાપી નદી પર આવેલા હરીપુરા કોઝવે પાણીમાં ગરક થઈ ગયો છે.

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હથનુર ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટી 336.20 ફુટ પર પહોંચી છે. ઉકાઈમાંથી ફરી તાપીમાં પાણી છોડાતાં તાપી નદી બે કાંઠે વહી રહી છે. બારડોલી તાલુકાનાં હરિપુરા ગામે તાપી નદી પર આવેલા હરીપુરા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. લો લેવલ કોઝવે પાણીમાં ગરક થતાં 10 ગામોનો બારડોલીના મુખ્ય માર્ગનો ટૂંકો સીધો માર્ગ સંપર્ક વિહોણો બન્યો છે.

બારડોલી તાલુકામાં કડોદ ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં પાણીની આવક વધતાં હરીપુરા કોઝવે પરથી પાણી ફરી વળ્યા હતા. જેને કારણે કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝવે બંધ થવાથી બારડોલી અને કડોદ સાથે જોડાયેલા માંડવી તાલુકાના કોસાડી, ઉન, ખંજરોલી, ઉમરસાડી, લવાછી, ગોદાવાડી, ખરોલી સહિતના 10 ગામો કડોદથી અલગ પડી ગયા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: