મોરબીના નિલેશભાઇ બાઇક લઇ 370 હટાવ્યા બાદ પ્રથમવાર થઇ રહેલા ધ્વજવંદનમાં હાજરી આપવા જમ્મુ કાશ્મીર ગયા હતા

કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમવાર થઇ રહેલા ધ્વજવંદનમાં હાજરી આપવા મોરબીના દેશપ્રેમી યુવાન જમ્મુ સુધી એકલા બાઈક પર ગયા હતા. મોરબીથી જમ્મુ અને પરત મોરબી સુધીનું 3720 કિ.મી.નો પ્રવાસ આ યુવાને 15 દિવસમાં પૂરો કર્યો હતો.

8 ઓગસ્ટે નીકળ્યા અને 14મી ઓગસ્ટે જમ્મુ પહોંચ્યા હતા

મોરબી તાલુકાના બગથળા ગામના નિલેશ ધરમશીભાઈ કાંજિયા નામના યુવાને આ વખતે સ્વાતંત્ર પર્વની ઉજવણી જમ્મુમાં કરવાનું નક્કી કર્યું હતુ. જમીન મકાન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા નિલેશભાઈએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી બે ધ્વજ ફરકાવવામાં આવતા હતા. પરંતુ કલમ 370 હટાવવાના નિર્ણય બાદ પ્રથમ વખત કાશ્મીરમાં ભારતનો તિરંગો લહેરાવવાનો હતો. નિલેશભાઈએ જમ્મુના ધ્વજવંદનના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રથમ મોરબી સરકારી તંત્રનો સંપર્ક કર્યો ત્યારબાદ તેમણે દિલ્હી આર્મી હેડક્વાર્ટરનો સંપર્ક સાધ્યો હતો. શરૂઆતમાં ના બાદ નિલેશભાઈનો જુસ્સો જોઈને આર્મીએ તેમને પરવાનગી આપી 8 ઓગસ્ટ નિલેશભાઈ એકલા જ પોતાનું બાઇક લઇને જમ્મુ જવા નીકળ્યા હતા. રસ્તામાં બીએસએફ અને આર્મીની છાવણીઓ ખાતે તેઓ રાતવાસો અને ભોજન કરતા હતા. 14 ઓગસ્ટે તેઓ જમ્મુ ખાતે પહોંચી ગયા હતા.

15મી ઓગસ્ટે તેઓ જમ્મુથી પરત મોરબી આવવા રવાના થયા હતા

14મી તારીખે તેમણે આખી રાત જમ્મુના પરેડ ગ્રાઉન્ડમાં જ વિતાવી હતી, જ્યાં બીજા દિવસે સવારે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળીને નિલેશભાઈ કાશ્મીરના લોકોને મળવા નીકળી પડ્યા હતા. બીજા દિવસે સવારે ત્યાંથી નીકળીને અઠવાડિયા બાદ તેઓ મોરબી પહોંચ્યા હતા.

1990માં દિલ્હીમાં ધ્વજ વંદન કરવા સાઇકલ લઈને ગયા હતા

નિલેશભાઈ 1990માં દિલ્હીમાં યોજાયેલા 26મી જાન્યુઆરીના ધ્વજવંદનમાં હાજરી આપવા બગથળા ગામથી સાઇકલ ચલાવીને ગયા હતા. જ્યાં તેમણે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કરી પરેડ નિહાળી હતી. આ બંને અવસર અંગે નિલેશભાઈ જણાવે છે કે, એક ગુજરાતી તરીકે એકલા સફર કરીને ધ્વજવંદન કરવા માટેનો તેમને ગર્વ છે.

પોસ્ટ સ્ત્રોત : દિવ્ય ભાસ્કર

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: