પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહની SPG સુરક્ષા પરત, હવે માત્ર આ ૪ લોકોને SPG સુરક્ષા મળશે

પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહની SPG સુરક્ષા પરત લેવાનો નિર્ણય ગૃહ મંત્રાલયે કર્યો છે, હવે તેમને એના બદલામાં  Z+ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. ગૃહ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું છે કે નિર્ણય સુરક્ષા એજન્સીઓને આપેલા ઇનપુટના આધાર પર લેવામાં આવ્યો છે. હવે માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ગાંધીને જ SPG સુરક્ષા મળશે.

મનમોહન સિંહના જીવને ઓછું જોખમ હોવાના તમામ એજન્સીઓના ઇનપુટના આધારે ગૃહ મંત્રાલયે SPG સુરક્ષા પરત લેવાનો આ નિર્ણય લીધો છે.

દેશમાં SPG સુરક્ષા માત્ર કેટલાક લોકોને આપવામાં આવે છે.

SPGમાં સર્વશ્રેષ્ઠ સુરક્ષાબળ સામેલ હોય છે જે દેશના સૌથી સંરક્ષિત રાજનેતાઓની સુરક્ષામાં તૈનાત હોય છે. હવે આ સુરક્ષા કવચ ફક્ત ચાર લોકોને પૂરું પાડવામાં આવશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને એમના બે બાળકો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાનો સમાવેશ થાય છે.

ગાંધી પરિવારને જ કેમ SPG સુવિધા ?

SPG સુવિધા દેશના VVIP લોકોને જ આપવામાં આવે છે કે જેમના પર જીવ નું જોખમ રહેલું છે ત્યારે આપને જણાવી દઈએ કે દેશમાં ગાંધી પરિવાર જ એકલો એવો પરિવાર છે કે જેમના સૌથી વધુ સભ્યો આવા હુમલાઓમાં માર્યા ગયેલ છે જેમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીનો સમાવેશ થાય છે, એ જોતાં ગૃહ મંત્રાલય સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરાને આ કવચ આપી રહ્યું છે.

તો બીજી બાજુ સ્વર્ગીય પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પાસે 2018 સુધી SPG સુરક્ષા હતી. તો બીજી બાજુ 2014માં કોંગ્રેસની હાર બાદ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનની પુત્રીએ પોતાની SPG સુરક્ષાને પરત કરી દીધી હતી.

શું હોય છે SPG સુરક્ષા

ભારતમાં પ્રધાનમંત્રી અને ગાંધી પરિવારને એસપીજી સુરક્ષા પ્રાપ્ત છે. આ સુરક્ષાનો સૌથી ઊંચો સ્તર હોય છે. એમાં તૈનાત કમાન્ડો પાસે અત્યાધુનિક હથિયાર અને સંચાર ઉપકરણ હોય છે.

Z+ શ્રેણીની સુરક્ષા

SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ)ની સુરક્ષા બાદ z+ ભારતની સર્વોચત્ય સુરક્ષા શ્રેણી છે. આ શ્રેણીમાં સંબંધિત વિશિષ્ટ વ્યક્તિની સુરક્ષામાં 36 જવાનો લાગેલા હોય છે. એમાં 10થી વધારે એનએસજી કમાન્ડોની સાથે દિલ્હી પોલીસ, આઇટીબીપી અથવા સીઆરપીએફના કમાન્ડો અને રાજ્યના પોલીસકર્મી સામેલ હોય છે. દરેક કમાન્ડો માર્શલ આર્ટ અને સશસ્ત્ર યુદ્ધ કરવાની કળામાં માહિર હોય છે. સુરક્ષામાં લાગેલા એનએસજી કમાન્ડોની પાસે એમપી 5 મશીનગનની સાથે આધુનિક સંચાર ઉપકરણ પણ હોય છે. આ ઉપરાંત એમના કાફલામાં એક જામર ગાડી પણ હોય છે જે મોબાઇલ સિગ્નલ જામ કરવાનું કામ કરે છે. દેશમાં પસંદગીના લોકોને જ z+ ની સુરક્ષા પ્રાપ્ત છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: