ભારતીય ખેલાડીઓ દ્વારા અવનવા રેકોર્ડ બનતાજ રહે છે , જેમાં એક નવો રેકોર્ડ બન્યો છે ભારતીય બેડમિંટનની સુપરસ્ટાર ખેલાડી વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં જાપાનની બેડમિંટન પ્લેયર નોઝોમી ઓકુહારાને હરાવીને વિમેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.આ જીતવાની સાથે સિંધુ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં પ્રથમ ગોલ્ડ મેડલ પાણનાર ભારતીય મહિલા છે,અને સિંધુ ત્રીજા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, અને આ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા બાદ તેણે વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કરતાં રેકોર્ડ બુકમા સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
અગાઉના સમયમાં ભારતના સાઈ પ્રણીતે વર્લ્ડ ચેમ્પિયનશીપની મેન્સ સિંગલ્સ કેટેગરીમાં ભારતને 36 વર્ષ બાદ મેડલ અપાવ્યો હતો. તે ઉપરાંત 1983માં ભારતના પ્રકાશ પદુકોણે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો .જ્યારે કે સાઈ પ્રણીતને સેમિ ફાઇનલમાં જાપાનીઝ ખેલાડી કેન્ટો મોમોટાને હરાવી હતી ,પણ હરાવવા છતા તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
સિંધુએ સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્તરે કારકિર્દીની સૌપ્રથમ મેજર ટાઈટલ જીત્યું હતુ. અને આના પહેલા ભારતનો કોઈ પણ ખેલાડી વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ જીતી શક્યો ન હતો
સિંધુએ છેલ્લા બે વર્ષોની ફાઈનલ્સમાં ઓકુહારા અને કારોલિના મરીન સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો અને તેમની આ હારને કારણે તેમને સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો. વિમેન્સ સિંગલ્સની સેમિ ફાઈનલમાં સિંધુએ ચીનની ચેન યુફેઈને પરાજય આપ્યો હતો.અને ત્યાર બાદની બીજી સેમિ ફાઇનલમાં ઓકુહારાએ થાઈલેન્ડની રાટ્ચાનોક ઈન્થાનોનને ગેમ માંથી આઉટ કરી હતી.
ભારતીય બેડમિંટન પ્લેયર પી.વી સિંધુએ ઘણાં મેડલો પોતાના નામે કર્યા છે , તેને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે તેણે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કારકિર્દીનો પાંચમો મેડલ જીત્યાં બાદ ચેમ્પિયનશીપના ઈતિહાસમાં સૌથી વધુ મેડલ જીતવાના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. સિંધુ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનારી ચોથી સિંગલ્સ પ્લેયર બની હતી.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.