સુરત: સીટી બસની 13 વર્ષીય સગીરને ટક્કર લગતા મોત, લોકોએ બસના કાચ તોડ્યાં.

સુરત શહેરના પાલનપુર જકાત નાકા નજીક આજે સાંજે BRTS રૂટ પર એક બ્લુ બસના ચાલકે સાયકલ સવાર બે મિત્રોને અડફેટે લેતા એકનું મોત થયું હતું. જ્યારે બીજાનો બચાવ થયો હતો.

સર્જેલા અકસ્માતમાં 13 વર્ષના સગીરનું મોત થયું છે. અકસ્માતમાં 13 વર્ષના મેહુલ રબારી નામના સગીરનું મોત થતા સ્થાનિક રબારી સમાજ દ્વારા રોષે ભરાઇને બસ પર પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

સુરતની સીટી બસ દ્વારા અવાર-નવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ફરી એકવાર સુરત પાલનપુર જકાત નાકા નજીક નેનો ફ્લેટ સામે આજે શનિવાર સાંજે 7:30 વાગ્યાના અરસામાં BRTS રૂટ પર એક બ્લુ બસના ચાલકે સાયકલ સવાર બે મિત્રોને અડફેટે લઈ એકને કચડી નાખતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

જ્યારે આ દુર્ઘટનામાં સાયકલ પાછળ બેસેલ કિશોર બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. કાળનો કોળિયો બનેલો કિશોર ઉગત નહેર પર રહેતો મેહુલ રબારી (13 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ બાદ માસૂમ કિશોરના પરિવારજનો અને પોલીસ તેમજ 108 ઘટના સ્થળે દોડી ગઈ હતી.

લોકોની ભીડ વચ્ચે પોલીસે મૃતકના શરીરને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાની કામગીરી હાથ ધરી હતી. ઘટના બાદ સિટી બસ ચાલક ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જેથી ઉશ્કેરાયેલા ટોળાએ બસના કાચ તોડ્યા હતા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: