SMVS સ્વામિનારાયણ સંસ્થાનાં સંસ્થાપક પ.પૂ.બાપજી દેવનંદનદાસજી સ્વામી દેવલોક પામ્યા

SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક પ.પૂ.બાપજી (પ.પૂ.દેવનંદનદાસજી સ્વામી) 87 વર્ષની વયે મનુષ્યદેહનો ત્યાગ કરી તા. 22/08/2019 ના રોજ રાત્રે 10:10. વાગ્યે અંતર્ધ્યાન થયા. છેલ્લા કેટલાક સમયથી વાસણા મંદિર મુકામે પ.પૂ.બાપજીની સારવાર ચાલી રહી હતી. આ સમાચારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

પ.પૂ.બાપજી બાળપણથી સ્વામિનારાયણ ભગવાનમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા હતા. 23 વર્ષની યુવાન વયે સંસાર ત્યાગી અનેકને ભગવાનના રંગે રંગવા ઈ.સ. 1956, 3 જી ઓગષ્ટના રોજ ભાગવદી દીક્ષા ગ્રહણ કરી અને દેવનંદન દાસજી સ્વામી તરીકે ઓળખાયા. દેશ-વિદેશમાં સંસ્કૃતિ, ધર્મ, સામાજિક તથા આદિવાસી ઉત્થાનના કાર્ય માટે પ.પૂ.બાપજીએ અથાક વિચરણ કર્યું અને વિદેશમાં પણ મંદિરોની સ્થાપના કરી.

તા. 23-08-2019 સવારે 06:30થી 07:30 પુરુષ સભા હૉલમાં ગુરુવર્ય પ.પૂ.બાપજીની જાહેરમાં પૂજન-અર્ચન વિધીના દિવ્ય દર્શન બંન્ને વિભાગમાં થશે. જેનું smvs.org ઉપર લાઈવ ટેલિકાસ્ટ પણ થશે.

ત્યારબાદ તા. 23-08-2019 સવારે 07:30થી વાસણા મંદિરથી વ્હાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય કલ્યાણયાત્રા સુશોભિત સ્પોટમાં પ્રસ્થાન થશે. સાથે તમામ સંતો-હરિભક્તો પોતપોતાની ગાડીમાં સાથે જોડાશે.

સ્વામિનારાયણ ધામ ઉપર દિવ્ય કલ્યાણયાત્રા તા. 23-08-2019 સવારે 09:30 વાગે પહોંચશે. અને ત્યારબાદ તમામ પુરુષ-મહિલા દર્શનાર્થીઓને જાહેરમાં દિવ્ય દર્શન દાન તા. 24-08-2019, શનિવારે બપોરે 02:00 વાગ્યા સુધી મળશે.

માત્ર અમદાવાદ, ગાંધીનગર, સાણંદ, બાવળા, કડી, કલોલ, વિજાપુર આદિ નજીકના હરિભક્તો માટે દર્શન દાન આવતીકાલે શુક્રવારે રાખેલ છે. માટે દૂરના હરિભક્તોએ કાલે 23-08-2019, શુક્રવારે ન જ આવવું. .પૂ.બાપજીનાં પાર્થિવ દેહનાં અંતિમ દર્શનાર્થે આજે હરિભક્તો મોટી સંખ્યામાં આવશે. આપને જણાવી દઇએ કે, આજે અમદાવાદ, સાણંદ, ગાંધીનગર, કડી, કલોલ, વિજાપુર, બાવળાનાં હરિભક્તો પ.પૂ.બાપજીનાં અંતિમ દર્શને આવશે. દૂરથી આવનારા ભક્તો શનિવારે સવારે 8 વાગ્યાથી બપોરનાં ર વાગ્યા સુધી પ.પૂ.બાપજીનાં અંતિમ દર્શન કરી શકશે.

દૂરના તમામ સેન્ટરના હરિભક્તોને તા. 24-08-2019ને શનિવારે સવારે 08:00થી બપોરે 02:00 વાગ્યા સુધી દર્શન દાન મળશે

24-08-2019ને શનિવારે બપોરે 02:00 વાગ્યાથી વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીની પાલખીયાત્રા તથા અંતિમ સંસ્કારવિધિના દર્શનનો લાભ અવશ્ય લેવો અને લેવડાવવો.

અંતિમ સંસ્કારવિધિ સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: