સુરતના હીરા ઉદ્યોગમાં દાયકાની ભયંકર મંદી વર્તાય રહી છે

કેન્દ્ર અને રાજય સરકાર જેને એશિયાનુ સૌથી વધુ વિકસતુ શહેર ગણાવે છે તે સુરત શહેર ભયંકર મંદીના પટકાયુ છે. સુરતને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર હીરા ઉદ્યોગમાં દશકાની સૌથી કારમી મંદી આવી છે તો ટેક્ષટાઇલ અને લુમ્સ ઉદ્યોગ પણ ભયંકર મંદીમાં સપડાતા હજારો કારીગરોની રોજગારીને સીધી અસર થઇ છે.

સુરતના હીરા ઉદ્યોગમાં ત્તપર્તતી મંદીના કારણે જન્માષ્ટ્રમીની ત્રણ દિવસની રજાઓ લંબાવીને આઠ દિવસની કરવાની કારખાનેદારોને ફરજ પડે છે, જન્માષ્ટમીના તહેવારો પહેલા જ દશ હજારથી વધુ રત્નકલાકારોની રોજગારોને મંદી ભરખી ગઇ છે. અને મંદી લાંબો સમય ચાલે તો પરિણામો વધુ ગંભીર આપવાનો ભય જાણકારો દર્શાવી રહ્યા છે.

ભયાનક મંદીના ગાળામાંથી પસાર થઈ રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે મુશ્કેલી હજુ વધી શકે છે. સુરત તેમજ મુંબઈના ઉદ્યોગકારોએ રફ હીરાની ખરીદીમાં પણ ખાસ્સો ઘટાડો કર્યો છે. આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ મહિના વચ્ચે રફ હીરાની ખરીદી 10 વર્ષના તળીયે આવી ગઈ છે.

કાચા માલનો ભરાવો, તૈયાર માલની ડિમાન્ડમાં મોટો ઘટાડો તેમજ ઘટી ગયેલા ભાવ ઉપરાંત અમેરિકા ચીન વચ્ચેના ટ્રેડવોરને લઈને પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ આ છ મહિનામા અલસોરા તેમજ ડી બીયર્સ જેવી કંપનીઓ પાસેથી 14,000 કરોડનો માલ ખરીદવાનું મુલત્વી રાખ્યું છે. રશિયાની અલરોસા અને લંડન સ્થિત ડી બીયર્સને સંયુક્ત રીતે આ છ મહિનામાં વેચાણમાં 2.5 અબજ ડોલરનું નુક્સાન થયું છે.

અલરોસાનું વેચાણ 34 ટકા ઘટી ગયું છે. ગયા વર્ષે જાન્યુઆરીથી જુલાઈના ગાળામાં કંપનીએ 2.97 અબજ ડોલરની રફ વેચી હતી. જોકે, આ વર્ષે આ આંકડો ઘટીને 1.95 બિલિયન ડોલર પર આવી ગયો છે. ડી બીયર્સના વેચાણમાં પણ 25 ટકાનું ગાબડું પડ્યું છે. હીરા ઉદ્યોગના સૂત્રોનું માનીએ તો હાલ બજારમાં 70,000 કરોડ રુપિયાના તૈયાર માલનો ભરાવો થયો છે. 2009માં આવેલી વૈશ્વિક મંદી વખતે પણ સ્થિતિ આટલી ખરાબ નહોતી.

રફ હીરાની આયાતમાં ઘટાડો આવવાના કારણે આગામી દિવસોમાં વધુ કારખાના બંધ થાય તેવી શક્યતા છે, જેના કારણે બેકાર થયેલા રત્ન કલાકારોની સંખ્યા પણ વધશે. ગત છ મહિનામાં 13000 રત્ન કલાકારોએ રોજગારી ગુમાવી છે તેવું ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયનના આંકડા કહે છે. હીરા ઉદ્યોગના જાણકાર અનિરુદ્ધ લિડબીડેનું કહેવું છે કે હીરા ઉદ્યોગ માટે હજુય કપરા દિવસો આવી રહ્યા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: