ભારે મંદી વચ્ચે નિર્મલા સિતારમણે કરી મોટી જાહેરાત

દેશમાં ચારેબાજુ લોકો મંદી ની બુમોં પાડી રહ્યા છે અને વિપક્ષ પણ કહી રહયું છે કે અર્થવ્યવસ્થા આઈસીયુમાં છે ત્યારે મંદીને કાબુમાં લેવા નાણામંત્રીએ કોશિશ કરી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમને પ્રેસ કોન્ફરન્સ યોજી દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા કરી હતી.જેમાં તેમણે કેપિટલ ગેન્સ સરચાર્જ અને FPI પરનો સરચાર્જ પાછો ખેંચવાની જાહેરાત કરી હતી.  તેમણે જાહેરાત કરી કે RBI રેપોરેટ ઘટાડે તે સાથે જ બેંકોએ પણ વ્યાજદર ઓછા કરવા પડશે. મતલબ કે હવે તમને બેન્કમાંથી સસ્તા દરે લોન મળશે.

નાણાં મંત્રીએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થઆ સારી છે. દુનિયાભરમાંથી માંગમાં ઘટાડો થયો હોવાની અસર દેખાઈ રહી છે. વૈશ્વિક મંદીની સ્થિતિમાં આપણે સમજવાની જરૂર છે. એવું નથી કે મંદીની સમસ્યા માત્ર ભારત માટે છે દુનિયાના ઘણા દેશ મંદીનો સામનો કરી રહ્યા છે.  આપણી અર્થવ્યવસ્થા બીજા દેશોની સરખામણીમાં મજબુત છે.

સીતારમણે કહ્યું કે ઈનકમ ટેક્સ ભરવાનું પહેલા કરતાં ઘણું સરળ થયું છે. જીએસટીને વધુ સરળ બનાવાશે. સરકાર પર આરોપ લગાવાય છે કે ટેક્સને લઈને લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જે ખોટું છું. ટેક્સ કાયદાઓમાં પણ અમે સુધારો કરી રહ્યા છીએ.ટેક્સ નોટિસ માટે સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમ લાગુ થશે અને કોઈને એનાંથી મુશ્કેલી નહિ રહે.

નાણાંમંત્રીએ કહ્યું કે લિક્વિડિટી વધારવા માટે બેન્કોને 70 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. લોન લેનારા લોકોને મુશ્કેલી ન પડે તે માટે બેન્કોને  લોન ક્લોઝરના દસ્તાવેજો 15 દિવસમાં પાછા આપવા પડશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: