વડોદરાના વીર શહીદ સંજય સાધુની પત્નીએ સોળે શણગાર સજીને પતિને આપી અંતિમ વિદાય

આસામમાં પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયેલા વડોદરાના સંજય સાધુનો પાર્થિવ દેહની આજે અંતિમવિધિ થઈ હતી. દરમિયાન જ્યારે તેમની અંતિમ યાત્રા થઈ જ્યારે માહોલ અત્યંત ગમગીન બન્યો હતો. એક તરફ વડોદરા વાસીઓમાં પોતાના શહેરના જવાની શહીદીનો ગર્વ હતો તો બીજી બાજુ તેમને ગુમાવ્યાનું દુઃખ, એક તરફ જય હિંદ, વંદે માતરમ, ભારત માતા કી જયનો નાદ હતો તો બીજી તરફ ભીંજાયેલી આંખો અને બોલાતા શબ્દોમાં ધ્રુજારી સાથેનો ગર્વ.

દરમિયાન એક દ્રશ્યએ સહુની આંખો ભીંજવી તે એ હતો કે સંજય સાધુનો પાર્થિવ દેહ ત્રિરંગામાં લપેટાયેલો હતો અને તેમની પત્ની સોળે શળગાર સજી તેમને અંતિમ વિદાય આપવા આવ્યા. એક પત્ની માટે પતિ ગુમાવ્યાની લાગણી સહુ કોઈ સમજી ગયું હતું. જોકે તેમની પત્ની પણ ગજબ હિમ્મતવાન હતી. તેમણે શણગાર સજીને શહીદ પતિને વિદાય આપી. તેઓ બોલ્યા નહીં પણ તેમની આંખોમાં સ્પષ્ટ વંચાતું હતું કે, તમારા પર મને સદાય ગર્વ રહેશે.

અહીં જ્યારે વડોદરાના ગોરવા સ્થિત શહીદનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે મુકાયો ત્યારે લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા. ગત મોડી રાત્રે તેમનો દેહ અહીં એરપોર્ટ ખાતે લવાયો હતો. એરપોર્ટ પર જ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. રાજકીય આગેવાનોથી લઈ કલેક્ટર, પોલીસ કમિ. સહિત શહેરના નામી લોકો પણ આવી ગયા હતા.વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે, ભગવાન વીર શહીદ જવાનની આત્માને શાર્તિ આપે તેવી પ્રાર્થના કરૂ છું.

દેશની સુરક્ષા માટે પોતાના પુત્રને મોકલનાર માને હું સલામ કરૂ છું. પોતાના પતિને સુરક્ષા માટે મોકલનાર પત્નીને પણ હું સલામ કરૂ છું. આખા પરિવારને હું અભિનંદન આપુ છું. અને સંજયભાઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું. કલેક્ટર શાલિની અગ્રવલે પણ શ્રદ્ધાંજલિ આપતાં શહીદના પરિવારને તમામ મદદ કરીશું તેવું આશ્વાસન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે હજુ થોડા વખત પહેલા જ વડોદરાએ અન્ય એક જવાન આરીફની શહીદી જોઈ હતી ત્યાં વધુ એક જવાનનો પાર્થિવ દેહ સામે આવતા અહીં લોકોમાં ગમગીની જોવા મળી હતી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: