બાવળના આટલા બધા ફાયદા : સીંગો , છાલ, પાંદડા અને ફૂલ ના લાભો વિશે આજે જ જાણો

પગમાં બાવળનો કાંટો લાગ્યો હશે તેણે તો બાવળનું ઝાડ જોયું હશે.બાવળ કાઠિયાવાડ અને ગુજરાતમાં ઠેકઠેકાણે થાય છે. કુદરતે ઘણાં ઝાડો ઉગાડ્યાં છે, તેમ બાવળને પણ ઉગાડ્યો છે. બાવળની લાંબી સૂળો પગમાં ભૉકાઈ જાય તેટલા માટે નહિ, પણ તેનું લાકડું બહુ કામનું છે માટે બાવળ ઉપયોગી છે.

બાવળનું લાકડું કઠણ છે. તે જલદી સડતું નથી. બળતણ તરીકે બાવળનાં લાકડાં બહુ વપરાય છે. લાકડું કઠણ હોવાથી લાંબો વખત બળે છે ને તેની આંચ સખત લાગે છે.

બાવળને તમે જરૂર જોયો હશે .તે ભારતમાં બધી જગ્યાએ વગર ઉગાડયે જાતે જ ઉંગી જાય છે .જો આ બાવળ નામનું ઝાડ અમેરિકા કે બીજા વિદેશોમાં આટલા પ્રમાણમાં હોત તો આજે તે લોકો તેની પેટન્ટ કરાવી ને દવાઓ બનાવીને આપણી પાસેથી હજારો રૂપિયા લૂંટતા હોત

ગરમીની ઋતુમાં તેની ઉપર પીળા રંગના ફૂલ ગોળાકાર ગુચ્છામાં આવે છે. અને શીયાળાની ઋતુમાં સીંગો ઉગે છે. બાવળના ઝાડ મોટા અને ઘાંટા હોય છે. તેનું લાકડું ઘણું મજબુત હોય છે.

બાવળએ આફ્રિકા, મધ્ય પૂર્વ અને ભારતીઅ ઉપમહાદ્વીપની વતની એવી એક વનસ્પતિ છે આ વનસ્પતિ એક આક્રમણકારી પ્રજાતિ મનાય છે. તેનું શાસ્ત્રીય નામ એકાસીયા નાઈલોટીકા છે. આ સિવાય તેને ગમ એરેબિક ટ્રી , બબુલ/કીકર, ઈજિપ્શિયન થ્રોન , સૅન્ટ ટ્રી , અલ-સન્ત કે પ્રીકી એકાશીયા પણ કહે છે.

બાવળ ની સીંગો ના ફાયદા :

1.દાંતો માટે રામબાણ ઔષધિ:

બાવળની છાલ દાંતો માટે ખુબ જ લાભદાયી માનવામાં આવે છે, તે દાંતોને મજબૂત બનાવે છે અને સાથે જ પેઢાની સમસ્યા ને પણ દૂર કરે છે. બાવળનો મુખ્ય પ્રયોગ દાંતો ને મજબૂત બનાવા માટે જ કરવામાં આવે છે.

તે દાંતો ને એક નવી જ ચમક પ્રદાન કરે છે. સાથે જ તો તમારા દાંત ઢીલા અને કમજોર હોય તો બાવળની છાલના ટુકડાને ચાવો, તેનાથી તમારા ઢીલા દાંત ને મજબૂતી મળશે.

  1. ખસ-ખરજવું માટે ફાયદેમંદ:

લગભગ 25 ગ્રામ બાવળની છાલ અને કેરીના છાલને પાણીમાં ઉકાળો. પછી તેને શરીરીના પ્રભાવિત હિસ્સા પર આ પાણીની વરાળ આપો. તેના પછી આ જગ્યા પર થોડું દેશી ઘી લગાવીને થોડી વાર સુધી રહેવા દો.

  1. આંખો આવવી:

બાવળના અમુક પાન લો અને તેની પેસ્ટ બનાવી લો. બેન્ડેજ ના સહારાથી આ પેસ્ટને આંખો પર લગાવીને પુરી રાત રહેવા દો, અને સવારે તેને ધોઈ લો. લાલ થયેલી આંખોના દર્દ માં તમને ઘણી એવી રાહત મળશે.

  1. દસ્તમાં ઉપીયોગી:

બાવળના પાનનો પ્રયોગ દસ્તમાં લાભકારી હોય છે. પાનને કાળા અને સફેદ જીરું સાથે મિક્સ કરીને પીવાથી કે તેનું ચૂરણ ખાવાથી દસ્ત માં ફાયદો મળે છે.

  1. ઇજામાં લાભદાયક:

બાવળના પાનને પીસીને ઘા પર લગાવાથી તે જલ્દી જ ભરાઈ જાય છે. તેમાં એવા તત્વો મળી આવે છે જે સંક્ર્મણ અને બીમારીઓને રોકવાનું કામ કરે છે.

  1. વાળ માટે ફાયદેમંદ:

બાવળના પાનની પેસ્ટ ને વાળના મૂળમાં લગાવાથી તેને વધવામાં મદદ મળે છે, અને સાથે જ મજબૂતી પણ મળે છે.

  1. પાચન ક્રિયા ને ઠીક રાખવામાં સહાયક:

બાવળના પાનનો બનેલો ઉકાળો પીવાથી પાચન ક્રિયામાં લાભ થાય છે અને સાથે જ તે શરીરને પણ મજબૂત બનાવે છે.

  1. ટૉન્સિલ્સ માં પણ ફાયદેમંદ:

જો તમે ટૉન્સિલ્સની સમસ્યાથી પરેશાન છો તો બાવળના પાનનો ઉકાળો બનાવી લો, તેમાં સિંધા નિમક મિક્સ કરીને તેનું સેવન કરો. તે તમને ખુબ જ જલ્દી આરામ આપશે.

  1. શુક્રાણુઓ ની વૃદ્ધિ માં સહાયક:

બાવળના ફળો નું સેવન જો ખાલી પેટ કરવામાં આવે તો તે શુક્રાણુઓને વધારવામાં મદદ કરે છે. નપુંસકતા ને દૂર કરવામાં અત્યંત લાભકારી છે.

  1. આ સિવાય તમે તેના બીજને સૂકવીને ચૂરણ બનાવીને તેનો પ્રયોગ કરી શકો છો. સાથે જ તમે તેની છાલ માંથી નીકળતા ગુંદ નો પણ પ્રયોગ કરી શકો છો. તે પણ વ્યક્તિ માટે ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

બાવળની છાલ, પાંદડા અને ફૂલ ના ફાયદા :

(૧) સગર્ભા મહીલા બાવળનાં સુકાં કે લીલાં પાન ચાવીને ખાય તો માબાપ બંને શ્યામ હોય તો પણ બાળક ગોરું અને રુપાળું આવે છે.

(૨) બાવળનો ગુંદર વાનો રોગ મટાડે છે, મહીલાઓને શક્તી આપે છે અને પ્રદરનો રોગ મટાડે છે.

(૩) બાવળના પડીયાનું ચુર્ણ ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર ખાવાથી કે ઘા, ચાંદા કે દુઝતા હરસ પર લગાડવાથી વહેતું લોહી અટકે છે.

(૪) મોંઢામાં અવાર નવાર ચાંદાં પડતાં હોય, દાંતના પેઢાં (મસુડાં) ફુલી જતાં હોય, મોંમાંથી વાસ આવતી હોય, દાંત હાલતા હોય અને લોહી નીકળતું હોય, ગળું લાલ રહેતું હોય, મોંમાં ચીકાશ રહેતી હોય, ઉંઘમાં મોંમાંથી લાળ પડતી હોય તો સવાર-સાંજ બાવળનાં પાન અને છાલનો ઉકાળો કરી કોગળા કરવાથી લાભ થાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: