તાળી પાડો તો..રામ તો મળશે જ અને આરોગ્યને થશે ફાયદો

આપણે કોઈની પ્રશંસા કરતા હોઈએ, ધાર્મિક સમયે, પ્રોત્સાહન આપવા અથવા તો અભિનંદન આપતી વખતે તાળી પાડીએ છીએ પરંતુ તાળી સારા આરોગ્ય માટે પણ વધારે ફાયદાકારક છે.જાણો કેવી રીતે !!.

તાળી શરીર માં લોહી નું પરિભ્રમણ વધારે છે.તાળી ડાયાબિટીસ,બ્લડ પ્રેશર ,કોલેસ્ટેરોલ માં ખૂબ મદદ કરે છે અને લોહી નું શુદ્ધિકરણ થાય છે.

તાળી આંખ ની દ્રષ્ટિ ને સુધારવામાં પણ ખૂબ મદદરૂપ છે.એક ઋષિ ના જણાવ્યા મુજબ તેમને આંખ ની દ્રષ્ટિ રોજ સવારે અડધો કલાક તાળી પાડીને મેળવી છે. તાળી ત્વચા પર થતી કરચલીઓ અટકાવે છે.

તાળી નાના બાળકો માટે પણ ફાયદાકારક છે.હિન્દૂ ધર્મ ની માન્યતા પ્રમાણે કીર્તન માં તાળી વગાડીને ભગવાન ને ભજવાથી તમામ પાપ દૂર થાય છે અને સઘળી મનોકામનાઓ માં સફળતા મળે છે.લોકો કીર્તન માં સાથે મળીને તાળીઓ પાડીને ભગવાન નું ભજન કરે છે.

વૈજ્ઞાનિકો નું કેહવું છે કે તાળી પાડવાથી આપના હાથ માં એક્યુપ્રેશર પોઇન્ટ્સ પર સારું દબાણ આવે છે જેના લીધે ફેફસા અને હૃદય ને લાગતી બીમારીઓમાં રાહત મળે છે. અને આપણું શરીર નિરોગી બને છે.

Leave a Reply

%d bloggers like this: